સાળંગપૂર હનુમાનજી મંદિર
દિશાપૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મંદીર ખુબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. સાળંગપુર ભાવનગરથી માત્ર ૮૨ કી.મી. દુર આવેલુ હોય, કાર કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ખાસ કરીને શનિવારે આ મંદિરે દર્શનાર્થીઓની ખુબજ ભીડ હોય છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું ભાવનગર એરપોર્ટ માત્ર ૮૨ કી.મી. દુર આવેલુ છે.
ટ્રેન દ્વારા
સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું મુખ્ય રેલ્વે સ્ટેશન બોટાદ છે. જે માત્ર ૧૦ કી.મી. દુર આવેલુ છે.
માર્ગ દ્વારા
સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું મુખ્ય બસ સ્ટેન્ડ બોટાદ છે. જે માત્ર ૧૦ કી.મી. દુર આવેલુ છે.