વેબસાઇટ નીતિઓ
વાપરવાના નિયમો
બોટાદ વેબસાઇટની સામગ્રીનું સંચાલન કરે છે.
આ વેબસાઇટ પરની સામગ્રીની ચોકસાઈ અને મુદ્દત સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં તેનો અર્થ એ નથી કે તેને કાયદાના વિધાન તરીકે અથવા કોઈ કાનૂની હેતુઓ માટે ઉપયોગમાં લેવાય.
જિલ્લો બોટાદ કોઇપણ સંજોગોમાં આ પોર્ટલનો ઉપયોગ કરતાં મળેલી કે પોર્ટલ સંબંધિત આધાર-માહિતીના ઉપયોગથી થતાં મર્યાદા વગરના પરોક્ષ કે પરિણામી નુકશાન કે ખોટ કે કોઇપણ ખર્ચ માટે જવાબદાર રહેશે નહિ.
આ પોર્ટલ પર સમાવિષ્ટ અન્ય વેબસાઈટ્સની લિંક્સ માત્ર જાહેર સુવિધા માટે જ પૂરી પાડવામાં આવે છે. અમે બધા સમયે આ પ્રકારના લિંક કરેલા પૃષ્ઠોની ઉપલબ્ધતાની બાંયધરી આપી શકતા નથી.
આ નિયમો અને શરતોનો અમલ અને અર્થઘટન ભારતીય કાયદાના અનુસાર કરવામાં આવશે. આ નિયમો અને શરતો હેઠળ ઉદ્ભવતા કોઈપણ વિવાદ ભારતના અદાલતોના વિશિષ્ટ ક્ષેત્રાધિકારને આધીન રહેશે.
કૉપિરાઇટ નીતિ
આ વેબસાઇટ પર દર્શાવવામાં આવતી સામગ્રીને અમને એક મેઇલ મોકલીને યોગ્ય પરવાનગી લીધા પછી મફતમાં પુનઃઉત્પાદન થઈ શકે છે. જોકે, સામગ્રીને ચોક્કસાઇપૂર્વક પુનઃઉત્પાદિત કરવી જોઈએ અને અપમાનજનક રીતે અથવા ગેરમાર્ગે દોરવાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાવી ના જોઇએ. સામગ્રી પ્રકાશિત કરવામાં આવે અથવા અન્યને આપવામાં આવે તો સ્ત્રોત તરત નજરે પડે તે રીતે તેનો ઋણ સ્વીકાર કરવો. જોકે, આ સામગ્રીનું પ્રદર્શીત કરવાની પરવાનગી ખરી પણ તે પૈકી કોઈપણ સામગ્રી કે જે તૃતીય પક્ષના કોપિરાઇટ તરીકે ના હોવી જોઇએ. આ પ્રકારની સામગ્રીનું પ્રદર્શિત કરવા માટેની અધિકૃતતા સંબંધિત વિભાગો / કૉપિરાઇટ ધારકો પાસેથી મેળવી લેવી જોઈએ.
ગોપનીયતા નીતિ
આ વેબસાઈટ આપમેળે તમારી પાસેથી કોઈ ચોક્કસ વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, ફોન નંબર અથવા ઈ-મેલ સરનામું) મેળવતી નથી, જેથી અમને વ્યક્તિગત રીતે તમારી સાથે જોડાવાનો અવકાશ મળે.
જો વેબસાઇટ તમને વ્યક્તિગત માહિતી પૂરી પાડવા માટે વિનંતી કરે તો તમને જે ખાસ હેતુઓ માટે માહિતી એકત્રિત કરવાની હોય તે ખાસ હેતુની જાણ કરવામાં આવશે, તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે પ્રતિસાદ ફોર્મ અને પર્યાપ્ત સલામતી પગલાં લેવામાં આવશે.
અમે કોઈ પણ તૃતીય પક્ષ (જાહેર / ખાનગી) ને વેબસાઇટ પર એવી કોઈપણ વ્યક્તિગત જાણકારી મળી શકે તેવી માહિતી વેચી નથી અથવા માહિતીની લેવડ-દેવડ કરી નથી. આ વેબસાઇટ પર પ્રદાન કરેલી કોઈપણ માહિતીને નુકશાન, દુરુપયોગ, અનધિકૃત ઍક્સેસ અથવા જાહેરાત, ફેરફાર અથવા વિનાશથી સુરક્ષિત કરવામાં આવશે.
અમે વપરાશકર્તા અંગે ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) એડ્રેસો, ડોમેન નામ, બ્રાઉઝરનો પ્રકાર, ઑપરેટિંગ સિસ્ટમ, મુલાકાતની તારીખ અને સમય, અને મુલાકાત લીધેલ પૃષ્ઠો વિશે જેવી ચોક્કસ માહિતી એકઠી કરીએ છીએ. સાઇટને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનુ જણાયુ ન હોય ત્યાં સુધી અમે અમારી સાઇટની મુલાકાત લેતા વ્યક્તિઓની ઓળખ સાથે આ સરનામાઓને લિંક કરવાનો પ્રયાસ કરતા નથી.
હાયપર લિંકિંગ નીતિ
બાહ્ય વેબસાઇટ્સ / પોર્ટલ માટે લિંક્સ / વેબસાઈટમાં ઘણાં સ્થળોએ તમને અન્ય વેબસાઇટ્સ / પોર્ટલના લિંક્સ મળશે.
આ લિંક્સ તમારી સુવિધા માટે મૂકવામાં આવ્યા છે. અમે બાંહેધરી આપી શકતા નથી કે આ લિંક્સ હંમેશાં કામ કરશે અને લિંક થયેલ પૃષ્ઠોની ઉપલબ્ધતા પર અમારી પાસે કોઈ નિયંત્રણ નથી.