કલેકટર
મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.
કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.
ક્રમ | કલેકટર નામ | જોડાયા તારીખ | કાર્યકાળ તારીખ |
---|---|---|---|
૧ | શ્રી એમ. એ. નરમાવાલા, આઈએએસ | ૧૪/૦૮/૨૦૧૩ | ૨૬/૦૧/૨૦૧૪ |
૨ | શ્રી આર. જી. અદેજા, જીએએસ, (ઈ.) | ૨૭/૦૧/૨૦૧૪ | ૧૭/૦૨/૨૦૧૪ |
૩ | શ્રી વી. સી. વર્મા, આઈએએસ | ૧૮/૦૨/૨૦૧૪ | ૨૮/૦૨/૨૦૧૫ |
૪ | શ્રી એસ. કે. પંડ્યા, આઈએએસ | ૦૧/૦૩/૨૦૧૫ | ૨૮/૦૨/૨૦૧૬ |
૫ | શ્રી પી. બી. ઠાકર (ઈ.ચા.) | ૦૧/૦૩/૨૦૧૬ | ૦૯/૦૫/૨૦૧૬ |
૬ | શ્રીમતી પ્રવિણા ડી. કે., આઈ.એ.એસ | ૧૦/૦૫/૨૦૧૬ | ૩૦/૦૪/૨૦૧૭ |
૭ | શ્રી સુજિત કુમાર, આઈ.એ.એસ | ૦૧/૦૫/૨૦૧૭ | ૨૩/૦૭/૨૦૧૯ |