બંધ

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

બોટાદ જિલ્લા થી નજીક નું  એરપોર્ટ ભાવનગર શહેરમાં આવેલ છે.  ભાવનગર એરપોર્ટ થી સુરત અને મુંબઇ  જવા માટે  વિમાન સેવા  ઉપલબ્ધ છે.

રેલમાર્ગ દ્વારા

બોટાદ ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે. બોટાદ શહેર બ્રોડગેજ લાઇન થી અમદાવાદ, મુંબઇ અને ગુજરાત  ના વિવિધ શહેર થી રેલમાર્ગ થી  જોડાયેલ  છે.  બોટાદ થી દિલ્હી જવા માટે અઠવાડીક રેલ સેવા ઉપલબ્ધ છે.

માર્ગ દ્વારા

બોટાદ શહેર દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. બોટાદ શહેર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલીત બસ સેવા દ્વારા રાજય ના મુખ્ય શહેરો અને નગરો સાથે જોડાયેલ છે.